/connect-gujarat/media/post_banners/9f1660ab1438f0c584fa27fd09048363bbd6970994c45be80ce8f67cfc8a99dc.jpg)
રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળ સંચય યોજનાનો ભરૂચમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. નંદેલાવ ગામેથી આ અભિયાનને શરૂ કરવામાં આવ્યું હતું.
ભૂગર્ભ જળભંડારના સમૃદ્ધ બનાવવા અને આવનારી પેઢીને પૂરતા પ્રમાણમાં જ પૂરું પાડવા જળસંચય કરવું ખૂબ જરૂરી છે જેના ભાગરૂપે રાજ્યમાં તળાવો ઊંડા કરવા ,ચેકડેમ બનાવવા નદીઓને પુન:જીવીત કરવાં માટે વિરાટપાયે સુજલામ -સુફલામ જળ સંચય આભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજરોજ ભરૂચના નંદેલાવ ગામમાં આવેલા તળાવને ઊંડું કરી જળ સંચય યોજનાની શરૂઆત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,સરપંચ લક્ષ્મી ચૌહાણ,ઉપ સરપંચ પ્રકાશ મેકવાન સહિત ગ્રામજનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.