ભરૂચ : પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ દ્વારા પાલેજ પોલીસ મથકે વાર્ષિક ઇન્સ્પેકશન, લોક દરબાર પણ યોજાયો...

ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ દ્વારા પાલેજ પોલીસ મથકે વાર્ષિક ઇન્સ્પેકશન, લોક દરબાર પણ યોજાયો...
New Update

ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વાર્ષિક ઇન્સ્પેકશની સાથે સાથે લોક દરબાર પણ યોજાયો હતો.

ભરૂચ જિલ્લાના નવનિયુક્ત ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ દ્વારા પાલેજ પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ પાલેજ ખાતે આવી પહોંચ્યા બાદ KPC ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પરેડ યોજાઈ હતી, જ્યાં તેઓએ પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી. આર. વાઘેલા સહિત પોલીસ કર્મીઓની સલામી ઝીલી હતી. આયોજિત વાર્ષિક ઇન્સ્પેશનમાં પાલેજ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિત પાલેજ પોલીસ મથકના તાબા હેઠળ આવરી લેવાયેલા 13 ગામોના સરપંચો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ એસપી ડૉ. લીના પાટીલનું ઉપસ્થિત ગ્રામ પંચાયતોના સરપંચોએ પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ નગરજનોની હાજરીમાં લોક દરબાર યોજાયો હતો. જેમાં વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચાઓ થઇ હતી. વાર્ષિક ઇન્સ્પેશન સાથે સાથે યોજાયેલ લોક દરબારનો મુખ્ય હેતુ લોકો સાથે ઓળખ થાય તેમજ જે પણ લોકપ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવાના હેતુસર આયોજન કરવામાં આવ્યું હતું.

#Bharuch #Connect Gujarat #BeyondJustNews #Palej police station #SpBharuch #Dr. Leena Patil #Superintendent of Police #Lok Durbar
Here are a few more articles:
Read the Next Article