ભરૂચ: ડેડીયાપાડામાં બસની અપૂરતી સુવિધા અંગે આપના ધારાસભ્યના હોબાળા બાદ તંત્ર જાગ્યું,જુઓ શું લીધા પગલા

ધારાસભ્યની મુલાકાત દરમિયાન 30 જેટલી બસોના રૂટ બંધ હોવાનો ખુલાસો બહાર આવ્યો હતો. જે તમામ રૂટો ચાલુ કરવાની ધારાસભ્યએ સૂચના આપી હતી.

New Update
ભરૂચ: ડેડીયાપાડામાં બસની અપૂરતી સુવિધા અંગે આપના ધારાસભ્યના હોબાળા બાદ તંત્ર જાગ્યું,જુઓ શું  લીધા પગલા

નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં બસની અપૂરતી સુવિધાને લઈ આપના ધારાસભ્યએ ડેપો પર હોબાળો મચાવ્યા બાદ એસ.ટી.વિભાગ હરકતમાં આવ્યું છે અને બંધ ટ્રીપ ફરીથી શરૂ કરવા કવાયત હાથ ધરી છે નર્મદા જિલ્લાના 98 ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડેડીયાપાડા વિસ્તારમાં નિયમિત બસો ના આવતી હોય વિદ્યાર્થીઓને સ્કૂલે જવાનું મોડું પડે છે.બીજા જીવન જરૂરી કામો.માટે પણ જતા ગ્રામજનો માટે એ.ટી ની સુવિધા નિયમિત બને એવી લોકોની રજૂઆતો આવતા ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ઓચિંતી ડેડીયાપાડા ST ડેપોની મુલાકાત લીધી હતી.

ધારાસભ્યની મુલાકાત દરમિયાન 30 જેટલી બસોના રૂટ બંધ હોવાનો ખુલાસો બહાર આવ્યો હતો. જે તમામ રૂટો ચાલુ કરવાની ધારાસભ્યએ સૂચના આપી હતી. આવનાર સમયમાં ટ્રાઈબલ બજેટમાંથી ફાળવેલી બસો આદિવાસી વિસ્તારમાં ફાળવવામાં નહીં આવે અને બંધ રૂટ ફરી ચાલુ નહીં કરવામાં આવે તો મુસાફરો અને વિદ્યાર્થીઓ સાથે અંકલેશ્વર ડેપોએ જઈ ડેપો બંધ કરવાની ચિમકી તેઓએ ઉચ્ચારી હતી. આ અંગે ભરૂચ વિભાગીય નિયામક વી.એસ.સવર્ણએ જણાવ્યુ હતું કે 5 ટ્રિપો કોરોના સમયે ઓછી આવકના કારણે બંધ કરવામાં આવી હતી અને બાકીની ટ્રીપ શરૂ કરવામાં આવશે. કોરોના સમયમાં જે બંધ ટ્રીપ હતી એ પણ બે દિવસમાં શરૂ કરવાની તેઓએ બાહેંધરી આપી હતી