ભરૂચના જંબુસર બીઆરસી ભવન ખાતે તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા શિક્ષકો માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા.
ભરૂચના જંબુસર બીઆરસી ભવન ખાતે ટી.એચ.ઓ ઓમકારનાથ દેસાઈની ઉપસ્થિતિમાં જંબુસર તાલુકાના શિક્ષક મિત્રોનો તાલીમ વર્ગ યોજાયો હતો જેમાં બીઆરસી અશ્વિન પઢીયાર, ડોક્ટર ભૂમિકા રાણા,ડોક્ટર ગજેન્દ્રસિંહ ગોહિલ, સી.આર.સી બીપીન મહીડા,સહિત ઉપસ્થિત રહ્યા હતા.આયુષ્યમાન ભારત અંતર્ગત શાળાના બાળકોનું આરોગ્ય અને સુખાકારી વિષય પર આ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં આજના સમયમાં કિશોર અવસ્થામાં બાળકોમાં થતા શારીરિક ફેરફારો અને માનસિક ફેરફારો વિશે માહિતી આપવામાં આવી હતી.બાળકો વ્યસન અને ડ્રગ્સના બંધાણી ન બને તેના સુખાકારી માટે આપણે શું કરી શકીએ તે બાબતે તાલીમ વર્ગમાં વિશેષ માહિતી આપવામાં આવી હતી. સદર તાલીમ વર્ગમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા