/connect-gujarat/media/post_banners/adb14642aa23c71a0d7841aeb6903d413550cc3558bbb1997b29047295cab976.jpg)
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ હવે નિર્દોષ નાગરિકોની હત્યા કરી રહયાં છે. જમ્મુ અને કાશ્મીરમાં હીંસા રોકવાની માંગ સાથે ભરૂચમાં આંતરરાષ્ટ્રીય હીંદુ પરિષદના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓના નિશાના પર હવે નિર્દોષ નાગરિકો છે.કાશ્મીરી પંડિતની હત્યાની થોડી જ મિનિટો બાદ ત્રાસવાદીઓએ ભેળપૂરી વેચતા ફેરિયાને ગોળી મારી દીધી છે.
બાંદીપોર જીલ્લામાં અલગ અલગ સ્થળોએ ત્રણ નાગરિકોની હત્યા બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. કાશ્મીરમાં થયેલા હત્યાકાંડ બાદ દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે. ભરૂચ શહેરમાં પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના આગેવાનોએ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. દક્ષિણ ગુજરાત પ્રાંતના અધ્યક્ષ સેજલ દેખાઈએ જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાંથી ધારા 370 તો સમાપ્ત થઈ છે પરંતુ કાશ્મીરમાં આતંકવાદીઓ અને ત્રાસવાદીઓનો ફરી સક્રિય થયા છે અને હિંદુઓ પર હુમલાઓ શરૂ કર્યા છે ત્યારે આવા ત્રાસવાદી તત્વોને તાત્કાલિક ધોરણે ડામી દઈ શાંતિનું વાતાવરણ કાયમી થાય તેવા પ્રયાસો હાથ ધરવા જોઈએ.