ભરૂચ: મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ

ભરૂચ-અંકલેશ્વર શહેરના અલગ-અલગ સ્થળોએથી ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે ભરુચ એ ડિવિઝન પોલીસે રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો હતો.

New Update
ભરૂચ: મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ

ભરૂચ-અંકલેશ્વર શહેરના અલગ-અલગ સ્થળોએથી ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે ભરુચ એ ડિવિઝન પોલીસે રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો હતો. ગત તારીખ-29મી ફેબ્રુઆરીના રોજ ભરૂચ શહેરના ફલશ્રુતીનગરમાં આવેલ વિશ્વાસ ઓર્થોપેડીક હોસ્પિટલ ખાતેથી કોઈ ઈસમ મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો જે અંગેની પોલીસ ફરિયાદ શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી.જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આવા બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માટે ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ પી.આઈ. વી.યુ ગડરીયા સહિત સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી કે ચોરીના ચાર-પાંચ મોબાઇલ લઈ એક ઈસમ BSNL ટેલીફોન એકસેન્જ પાસે વેચાણ કરવા ફરે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મૂળ ભીડ ભંજનની ખાડી તેમજ હાલ ફાટા તળાવ વૈરાગીવાડ સ્થિત ચંદ્રિકાબેનની ચાલમાં રહેતો મુકેશ ઉર્ફે ભગો રમણભાઇ વસાવાને ઝડપી પાડી તેની પાસેથી પાંચ જેટલા મોબાઈલ ફોન મળી કુલ 30 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ આરોપી 9 જેટલા ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે.

Advertisment
Latest Stories