Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદમાં ઢાઢર નદી પરનો આડ બંધ અતિ જર્જરિત, જીવના જોખમે અવર-જવર કરવા લોકો મજબુર

આમોદ તાલુકાના પુરસા ગામ નજીકથી પસાર થતી ઢાઢર નદી પર બાંધવામાં આવેલ આડ બંધ જર્જરિત બનતા લોકો જોખમી રીતે અવર-જવર કરવા મજબુર બન્યા છે.

X

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના પુરસા ગામ નજીકથી પસાર થતી ઢાઢર નદી પર બાંધવામાં આવેલ આડ બંધ જર્જરિત બનતા લોકો જોખમી રીતે અવર-જવર કરવા મજબુર બન્યા છે.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના પુરસા ગામ નજીકથી પસાર થતી ઢાઢર નદી પર બાંધવામાં આવેલ આડ બંધનું છેલ્લા 4 વર્ષથી ધોવાણ થતાં અતિ જર્જરિત અવસ્થામાં આવી ગયો છે. પુરસા ગામને આમોદથી જંબુસર તાલુકાના મંગણાદ ગામ સાથે લોકોને ટૂંકા માર્ગ તરીકે જોડતો ઢાઢર નદીનો પુલ તંત્રના પાપે ધરાશાયી થવાની સ્થિતિમાં ભયજનક રીતે ઉભો છે. તો બીજી તરફ, આસપાસના ગ્રામજનો પોતાના જીવના જોખમે આ પુલ પરથી અવરજવર કરવા મજબુર બન્યા છે. આ મામલે જંબુસર કોંગ્રેસના માજી ધારાસભ્ય સંજય સોલંકીએ પણ સરકારમાં રજૂઆત કરી હતી. પરંતુ તંત્ર કોઈક મોટી હોનારતની રાહ જોઈને બેઠું હોય તેમ પુલ બાબતે બેદરકાર બન્યું છે, ત્યારે હાલ તો આ જર્જરિત અને જોખમી આડ બંધનું વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Next Story