Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મણિપુરમાં 2 મહિલાઓ સાથેના જઘન્ય કૃત્યનો મામલો, જે.પી.કોલેજના વિદ્યાર્થી સમૂહ દ્વારા રેલી યોજી તંત્રને આવેદન અપાયું...

ગત તા. 3 મેના રોજ આધુનિક હથિયારોથી સજ્જ હજારો લોકોએ હુમલો કર્યો હતો. આ લોકોએ ગામમાં લૂંટફાટ કરવાની સાથે આગચંપી કરવાનું પણ શરૂ કરી દીધું હતું.

X

દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ચાલી રહેલી હિંસા તેમજ મહિલાઓ સાથે થતાં જઘન્ય કૃત્યના વિરોધમાં ભરૂચ શહેરની જે.પી.કોલેજના વિદ્યાર્થી સમૂહ દ્વારા રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

મણિપુરના થોભલ જિલ્લામાં ગત તા. 3 મેના રોજ આધુનિક હથિયારોથી સજ્જ હજારો લોકોએ હુમલો કર્યો હતો. આ લોકોએ ગામમાં લૂંટફાટ કરવાની સાથે આગચંપી કરવાનું પણ શરૂ કરી દીધું હતું. આવી સ્થિતિમાં 2 મહિલાઓ અને યુવતી પોતાના પિતા અને ભાઈ સાથે જંગલ તરફ ભાગ્યા હતા. જોકે, મહિલાઓ જ્યાં સુધી પોલીસ ચોકી પહોંચે તે પહેલા જ ભીડે ઝડપી પાડી હતી. તે બાદ પ્રદર્શનકારીઓએ યુવતીના પિતાની સ્થળ પર જ હત્યા કરી નાખી હતી. મહિલાઓને બળજબરીપૂર્વક લઈ જઈ ભીડ સામે નિર્વસ્ત્ર અવસ્થામાં ચાલવા માટે મજબૂર કરાય હતી. યુવતી સાથે ખુલ્લેઆમ સામુહિક દુષ્કર્મનું હીન કૃત્યુ આચરાયું હતું. જેનો યૌન ઉત્પીડનનો એક ભયાવહ વીડિયો સામે આવ્યા આવતા દેશભરમાં આ નિંદનીય ઘટનાના ઘેરા પડઘા વાગી રહ્યા છે. આ ઘટના માં તમામ કસૂરવારોને ફાંસીની સજા થાય તેવી માંગ ઉઠવા પામી છે, ત્યારે ભરૂચની જે.પી.કોલેજના વિદ્યાર્થીઓ સમૂહ દ્વારા પણ આ ઘટનાને અંજામ આપનાર તમામ આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે કોલેજ પરિસરથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાય હતી, જ્યાં દેશના રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી વિદ્યાર્થીઓ સમૂહ દ્વારા કસૂરવારોને કડકમાં કડક સજાની માંગ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન દરમ્યાન વિદ્યાર્થી સમૂહના નકુલ સોલંકી, કેયુર મકવાણા, પરમાર સુનિલ, રાજુ ભરવાડ, તોફિયા શબનમ, પટેલ અબ્દુલ રહમાન, સુનિલ જહાંગીર સહિતના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story