ભરૂચ: ભારત ભ્રમણ પર નિકળેલ સાયકલયાત્રીઓનું કરાયું સ્વાગત

ભારત ભ્રમણ સાયક્લિંગ કરવા નીકળેલ સાયક્લિસ્ટ પ્રદિપ યાદવ 13 રાજ્યમાં 24000 કી.મી.ની સાયકલિંગ કરી ભરૂચના જીલ્લા વિશ્રામગૃહ ખાતે આવી પહોંચ્યા હતા

New Update
ભરૂચ: ભારત ભ્રમણ પર નિકળેલ સાયકલયાત્રીઓનું કરાયું સ્વાગત

ઉત્તર પ્રદેશથી સાયક્લિંગ યાત્રા માં નિકળેલા પ્રદિપ યાદવનું ભરૂચના સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણ દ્વારા સ્વાગત કરાયું. ઉત્તરપ્રદેશથી જમીન બચાવો તથા વૃક્ષારોપણના મેસેજ સાથે ભારત ભ્રમણ સાયક્લિંગ કરવા નીકળેલ સાયક્લિસ્ટ પ્રદિપ યાદવ 13 રાજ્યમાં 24000 કી.મી.ની સાયકલિંગ કરી ભરૂચના જીલ્લા વિશ્રામગૃહ ખાતે આવી પહોંચ્યા હતા. જેની જાણ ભરૂચના સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણને થતા તેઓએ વિશ્રામ ગૃહ પહોંચી અને ભારત ભ્રમણ કરી રહેલ સાઈકલિસ્ટ પ્રદીપ યાદવનું સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રદીપ યાદવ અહિંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થઇ તે રાજસ્થાન તરફ આગળ વધશે તેમજ પંજાબ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર અને લેહ લદાખમાં પણ સાયક્લિંગ દ્વારા જમીન બચાવો તથા વૃક્ષારોપણ બાબતે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરશે.