ભરૂચ : જંબુસરના વેડચ ગામે વિધવા મહિલાની હત્યા કરનાર હત્યારાનો જ મૃતદેહ મળી આવ્યો !

ભરૂચના જંબુસર તાલુકાનાં વેડચ ગામે વિધવા મહિલાની હત્યા કરનાર હત્યારાનો તેના જ ખેતરમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

New Update

ભરૂચના જંબુસર તાલુકાના વેડચ ગામે વેરાઈમાતા મંદિરની સામે આવેલ નવીનગરીમાં બે સંતાનો સાથે રહેતી ૪૧ વર્ષીય ઉર્મિલાબેન મહેન્દ્ર જાદવ નામની વિધવાએ તેની નવીનગરીમા રહેતા ૩૬ વર્ષિય વિજય જાદવને તેની સાથે સબંધ રાખવાની ના પાડી હતી.તેની રીસ રાખીને 2 દિવસ પૂર્વે વિજય જાદવે ઊંર્મિલા જાદવની છરીના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી અને ફરાર થઈ ગયો હતો. આ અંગે વેડચ પોલીસ મથકે ફરિયાદ નોધાતા વેડચ પોલીસે હત્યા અંગેનો ગુનો નોદધિ ફરાર હત્યારાની શોધખોળ હાથ ધરી હતી આ દરમ્યાન આજરોજ વિજય જાદવનો તેના જ ખેતરમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.બનાવની જાણ થતાની સાથે પોલીસ કાફલો ઘ્તાના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. મહિલાના હત્યારાએ જાતે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે એ દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Latest Stories