ભરૂચ : આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યકમ યોજાયો, વિવિધ યોજનાઓનો લાભાર્થીઓને મળ્યો લાભ...

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સેવાસેતુ કાર્યક્રમોના આયોજનો થઈ રહ્યા છે, ત્યારે ભરૂચ સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યકમ યોજાયો હતો.

ભરૂચ : આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યકમ યોજાયો, વિવિધ યોજનાઓનો લાભાર્થીઓને મળ્યો લાભ...
New Update

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સેવાસેતુ કાર્યક્રમોના આયોજનો થઈ રહ્યા છે, ત્યારે ભરૂચ સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યકમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો.

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવાસેતુ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, આવકના દાખલા, જાતિના દાખલા, વિધવા સહાય પેન્શન યોજના, વૃદ્ધ સહાય યોજના, રેશન કાર્ડ અને આધાર કાર્ડ જેવી વિવિધ યોજનાઓનો લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે નગરપાલિકા ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ, કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાલા, પાલિકાના વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ તેમજ નગરપાલિકા વિસ્તારમાં આવતા વિવિધ વોર્ડના સભ્યો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#Bharuch #Connect Gujarat #BeyondJustNews #work #beneficiaries #schemes #Sevasetu
Here are a few more articles:
Read the Next Article