Connect Gujarat
ભરૂચ

ભરૂચ: કોરોનાકાળમાં ધંધામાં ખોટ જતા સંચાલકે શરૂ કર્યું ડ્રગ્સનું ઉત્પાદન, ડ્રગ્સ બનાવતી કંપની ઝડપાવવાના મામલામાં જુઓ પોલીસના ખુલાસા

ભરૂચના પાનોલી જીઆઇડીસીમાં ડ્રગ્સનું ઉત્પાદન કરતી કંપની ઝડપાવવાના મામલામાં પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે

X

ભરૂચના પાનોલી જીઆઇડીસીમાં ડ્રગ્સનું ઉત્પાદન કરતી કંપની ઝડપાવવાના મામલામાં પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

આજે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે ડ્રગ્સ અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભરૂચ SOG, LCB અને અંકલેશ્વર રૂરલ પોલીસે પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ અને ડેવલોપમેન્ટ કંપનીમાં દરોડો પાડી સઘન તપાસ હાથ ધરી હતી.વિશાલ કંપનીમાં બીજા માળે બનાવેલા રીએક્ટરમાંથી 1300 લીટર લિકવિડ ફોર્મમાં રહેલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે સોલિડ ફોમમાં 83 કિલો એમ.ડી. ડ્રગ્સ મળ્યું હતું.ભરૂચ SOG એ ₹1383 કરોડનું ડ્રગ્સ, 13.24 લાખનું અન્ય ડ્રગ્સ બનાવવામાં વપરાતું કેમિકલ્સ, અન્ય દસ્તાવેજો અને 75 હજારના બે મોબાઇલ કબ્જે કર્યા છે.કંપનીના માલિકો અંકલેશ્વર રહેતો ચિંતન રાજુ પાનસેરિયા બી.કોમ. ભણેલો છે. જેને ફાયનાન્સ સહિતનું ઇન્વેસ્ટમેન્ટ કેયું હતું. જયારે અન્ય ભગીદાર જ્યંત જીતેન્દ્ર તિવારી પણ આમ સક્રિય ભૂમિકા ભજવી ડ્રગ્સ બનાવવા મટિરિયલ્સની મુંબઈ સહિતના સ્થળોથી ખરીદારી થતી હતી.

આ ડ્રગ્સ બનવવામાં માસ્ટર માઈન્ડ એવા જ્યંતનો મામો દીક્ષિત B.Sc. કેમિકલ હતો. જેને મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલ ઊંચકી ને લઈ ગઈ છે.આરોપીઓ જાન્યુઆરીથી ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવી રહ્યા હતા. કંપનીમાં 8 મહિનાથી ચાલતા ડ્રગ્સ બનાવવામાં મુંબઈથી માલ લાવી મુંબઈ સહિતના સ્થળે વેચાણ થતું હતું. જેમાં આખી ગેંગ અને ડ્રગ્સ સપ્લાય, પેડેલર, ઉત્પાદક અને વેચાણ કર્તાઓની લિંક જોડાયેલી હતી.આ આંતર રાજ્ય ડ્રગ્સ રેકેટ આંતર રાષ્ટ્રીય છે કે નહીં તેની પણ તપાસ થશે તેમ DSP લીના પાટીલે જણાવ્યું છે. મટિરિયલ્સ ક્યાંથી, કોની પાસેથી ખરીદી ડ્રગ્સ બનાવી ક્યાં વેચાતું હતું. સમગ્ર ડ્રગ્સ રેકેટમાં કોણ કોણ જોડાયેલા છે. તેની સઘન તપાસ થશે.

Next Story