Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નગરપાલિકાએ સ્ટ્રીટલાઇટનું બિલ નહી ભરતા વીજ જોડાણ કપાયા,શહેરમાં છવાયો અંધારપટ

ભરૂચ નગરપાલિકાએ સ્ટ્રીટલાઇટનું બિલ નહી ભરતાં સોમવારે જોડાણો કાપી નાખવામાં આવતાં મુખ્યમાર્ગો પર અંધારપટ છવાઇ ગયો હતો.

X

ભરૂચ નગરપાલિકાએ સ્ટ્રીટલાઇટનું બિલ નહી ભરતાં સોમવારે જોડાણો કાપી નાખવામાં આવતાં મુખ્યમાર્ગો પર અંધારપટ છવાઇ ગયો હતો.

ભરૂચ નગરપાલિકા વીજબિલ ભરવામાં અખાડા કરતી હોવાથી જીઇબીએ આખરે ત્રીજુ નેત્ર ખોલ્યું છે. અગાઉ બે વખત વીજ જોડાણો કાપી નાંખ્યા બાદ પણ પાલિકા સત્તાધીશોએ સબક લીધો ન હતો. 20 થી 22 લાખનું બિલ ભરવામાં નહિ આવતાં સોમવારે મોડી સાંજે વીજજોડાણ કાપી નાખવામાં આવ્યાં હતાં.ભરૂચની 2 લાખ જનતા પાલિકાના પાપે ટૂંકા ગાળામાં ત્રીજી વખત અંધારા ઉલેચવા મજબુર બન્યાં હતાં. સ્ટેશન રોડ, બંબાખાના, જંબુસર બાયપાસ રોડ, દાંડિયાબજાર સહિતના મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટો બંધ કરી હતી.1,500 જેટલી લાઇટો બંધ રહેતાં અંધારપટ છવાયો હતો.અગાઉ જોડાણો કાપવામાં આવ્યાં હતાં પણ બિલ ભરી દેવાતાં જોડાણો શરૂ કરાયાં હતાં

Next Story