/connect-gujarat/media/post_banners/8821c26b7b9d045e4d5950f9d10fc12af621a0ae915aebd548b52e4af6f1399a.jpg)
ભરૂચના વાગરા તાલુકાના અલાદર ગામ નજીકથી અજાણી યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ ઘટના સ્થળે પોહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચના મુલેરથી દહેજને જોડતા માર્ગ ઉપર અલાદર ગામ નજીક રોડની સાઈડમાં વિકૃત હાલતમાં એક યુવતીનો મૃતદેહ પડ્યો હોવાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી જેના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ કરતામૃતદેહની આસપાસ યુવતીના શરીરના અવશેષો પણ મળી આવ્યા હતા હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. યુવતીએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે એ દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે