Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નારાયણ વિદ્યાવિહારના કવચ ટ્રાફિક જાગૃતિના વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકોએ લીધેલ સંકલ્પ પત્ર SPને અર્પણ કરાયા

ભરૂચની નારાયણ વિદ્યાવિહારના કવચ ટ્રાફિક જાગૃતિના વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકોએ લીધેલા સંકલ્પ પત્રોનું જિલ્લા પોલીસ વડાને અર્પણ કરાયા હતા.

X

ભરૂચની નારાયણ વિદ્યાવિહારના કવચ ટ્રાફિક જાગૃતિના વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકોએ લીધેલા સંકલ્પ પત્રોનું જિલ્લા પોલીસ વડાને અર્પણ કરાયા હતા.

ભરૂચના ભોલાવ વિસ્તારમાં નારાયણ વિદ્યાવિહાર આવેલી છે.આ શાળામાં અનેકવિધ પ્રવૃત્તિઓ થકી સમાજમાં સતત પોતાના કાર્યો થકી સમાજ સેવાના અને રાષ્ટ્રને ઉપયોગી થાય તેવી પ્રવૃત્તિ કાર્યો અને પ્રવૃત્તિઓનું સતત આયોજન કરાય છે. ત્યારે ભરૂચના લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે તથા લોકો ટ્રાફિકના નિયમો પાળી અને સંકલ્પ બધ્ય થાય, જેથી કોઈ અકસ્માત કે દુર્ઘટનાનો કોઈ ભોગ ન બને તેને ધ્યાનમાં રાખી શાળા દ્વારા કવચ અભિયાન રૂપે એક પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જેમાં ટ્રાફિક જાગૃતિ અભિયાન સ્વરૂપે શાળાના વાલી વિદ્યાર્થી અને પરિવારજનો તથા શિક્ષકો સૌને આ માટે સંકલ્પ લેવડાવ્યા હતા.આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ડૉ.મહેશ ઠાકરના પ્રયાસો થકી 15000 જેટલા વાલી ,વિદ્યાર્થી શિક્ષકો અને સમાજ અને પરિવારના લોકોને આ માટે જાગૃત કરવાના ભાગ સ્વરૂપે સંકલ્પ લેવડાવી સમાજમાં ટ્રાફિક નિયમન અને તેની જાગૃતિ માટે એક સ્તૃત્ય પ્રયાસ કર્યો હતો,જેના ફળ સ્વરૂપે શાળા પરિવાર તરફથી 15000 હજાર સંકલ્પ પત્રો જિલ્લા વડા મયુર ચાવડાને અર્પણ કર્યા હતા.આ સમયે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર નિશાંત દવે,શાળાના આચાર્ય ડો,મહેશ ઠાકર સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story