Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયા GIDCને જોડતું રેલ્વે ગરનાળું 3 દિવસ સમારકામ માટે બંધ રહેશે...

ઝઘડીયા GIDCને જોડતું ગરનાળાનું રીપેરીંગ કામ કરવાનું હોય જેથી રેલ્વે તંત્ર દ્વારા ગરનાળું 3 દિવસ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

ભરૂચ : ઝઘડીયા GIDCને જોડતું રેલ્વે ગરનાળું 3 દિવસ સમારકામ માટે બંધ રહેશે...
X

ભરૂચ જિલ્લાની ઝઘડીયા GIDCને જોડતું ગરનાળાનું રીપેરીંગ કામ કરવાનું હોય જેથી રેલ્વે તંત્ર દ્વારા ગરનાળું 3 દિવસ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાની ઝઘડીયા નજીક SOU ધોરીમાર્ગ પર આવેલ બોરોસીલ કંપનીની સામેથી GIDC ઝઘડીયાને જોડતું રેલ્વે વિભાગના ગળનાળાનો રોડ ચોમાસા દરમિયાન ખૂબ જ બદતર હાલતમાં આવી ગયો હોય, જેથી નાના મોટા વાહન ચાલકોને ભારે હાડમારી વેઠવાનો વારો આવ્યો હતો. જેના સમારકામ કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા આ ગળનાળાનો રોડ (કોલટાર રોડ‌ વર્ક) રીપેરીંગ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રેલ્વે વિભાગે જણાવ્યું છે કે, LHS નંબર 23-B બોરોસીલ કંપનીની સામેના રોડ સરફેસિંગનુ કામ રેલ્વે દ્વારા કરવામાં આવશે. જેના કારણે તા. 4 સપ્ટેમ્બરથી તા. 6 સપ્ટેમ્બર સુધી 3 દિવસ સુધી આ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. આ દરમ્યાન વાહન ચાલકો અંકલેશ્વર, ખરચી અને બોરીદ્રાથી ફાટક નંબર 8 સાગબારા ફાટકથી ઝઘડીયા GIDC તરફ જઈ શકશે, અને ભરૂચ તરફથી આવતા વાહનો ઝઘડીયા અને વાલિયા ચોકડી થઈ ઝઘડીયા GIDC જઈ શકશે તેમ જણાવ્યું હતું.

Next Story