Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નેત્રંગમાં 70 લાખના ખર્ચે નિર્માણ પામેલ માર્ગ બે જ મહિનામાં બન્યો ખખડધજ,સ્થાનિકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

છેલ્લા ઘણા સમયથી નેત્રંગ ગામના જવાહર બજારથી લઈ ગાંધી બજાર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હતો જેને પગલે ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ ઉગ્ર રજૂઆત કરી હતી.

X

ભરૂચના નેત્રંગના જવાહર બજારથી ગાંધી બજાર સુધી અંદાજિત 70 લાખના ખર્ચે બનાવવામાં આવેલ માર્ગ બે-ત્રણ માહિનામાં જ ધોવાઈ જતા ઊડતી ધૂળની ડમરીઓને પગલે ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

છેલ્લા ઘણા સમયથી નેત્રંગ ગામના જવાહર બજારથી લઈ ગાંધી બજાર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હતો જેને પગલે ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ ઉગ્ર રજૂઆત કરી હતી. જેને પગલે અંદાજિત 70 લાખના ખર્ચે મેઇન બજારનો મુખ્ય માર્ગ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ બે-ત્રણ મહિનામાં જ આ માર્ગ ધોવાઈ જતાં હાલ ઊડતી ધૂળની ડમરીઓને કારણે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે.જે માર્ગની કામગીરીમાં ભષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ જિલ્લા કલેકટર,સાંસદ અને તાલુકા વિકાસ અધિકારી સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા ઊડતી ધૂળ વચ્ચે ખાડાઓ પાડી મુસીબત વધારી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.ત્યારે આ તકલાદી માર્ગને ફરી બનાવવા અને ખાડાઓનું પેચવર્ક નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં બજારો સ્વયંભુ બંધ રાખી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી.

Next Story