ભરૂચ : ઓમકારનાથ હોલ ખાતે સાતમા તબક્કાનું સેવા-સેતુનો કાર્યક્રમ યોજાયો

દુષ્યંતપટેલના અધ્યક્ષસ્થાને સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્ય દડક દુષ્યંત પટેલના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી

New Update
ભરૂચ : ઓમકારનાથ હોલ ખાતે સાતમા તબક્કાનું સેવા-સેતુનો કાર્યક્રમ યોજાયો

ભરૂચ શહેરના વોર્ડ નંબર 3 અને 4ની જનતા માટે ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય વ્યાપી હાથ ધરાયેલા "સેવા-સેતૂ કાર્યક્રમ અંતર્ગત" ભરૂચ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 3 અને 4 માટે શહેરના ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે નાયબ મુખ્ય દંડક દુષ્યંતપટેલના અધ્યક્ષસ્થાને સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્ય દડક દુષ્યંત પટેલના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી અને જનતાને સેવાસેતુના કાર્યક્રમોનું મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓના લાભો લોકોને સરળતાથી મળી શકે તે માટે સરકાર દ્વારા સેવાસેતુના સાતમા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અવારનવાર સેવાસેતુનો કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. આ સેવાસેતુના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, વોર્ડ નંબર 3 અને 4ના નગરપાલિકાના સભ્યો સહિત વહીવટીતંત્ર અને નગરપાલિકાની ટીમ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનવાનો પ્રયાસ કર્યો હતો.

Read the Next Article

ભરૂચ: ઝઘડિયા GIDCની કોહલર ઇન્ડિયા કંપની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ, તલોદરા ગામની જમીન પચાવી પાડી હોવાનો આરોપ

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
  • ભરૂચના ઝઘડિયામાં આવેલી છે કંપની

  • કોહલર ઇન્ડિયા કંપની સામે ફરિયાદ

  • તલોદરા ગ્રામપંચાયતની જમીનનો મામલો

  • જમીન પચાવી પાડી હોવાનો આરોપ

  • કોર્ટમાં દાવો દાખલ કરાયો

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલ તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન પર કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ બિનઅધિકૃત કબજો કર્યો હોવાનું સામે આવતાં કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. સાથે જ ઝઘડિયા કોર્ટમાં ગેરકાયદેસર કબજો પરત મેળવવા માટે ન્યાયિક દાવો પણ દાખલ કરાયો છે. આ અંગે એડવોકેટ રાકેશ પરમારે જણાવ્યું હતું કે ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડે તલોદરા ગ્રામ પંચાયતની એવી જમીન પર કબજો કર્યો હતો જેનો સંપાદન પ્રક્રિયાથી કાયદેસર હસ્તાંતર થયો નથી. છતાં કંપનીએ મનસ્વી રીતે જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવતાં, પંચાયત દ્વારા વારંવાર કંપની તથા રેવન્યૂ અધિકારીઓને જમીન મુક્ત કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ પરિણામ ન મળતાં તલોદરા ગ્રામ પંચાયતે કંપનીના ડિરેક્ટરો અને મેનેજર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કલેક્ટર સમક્ષ દાખલ કરાઈ છે તેમજ કોર્ટમાં કબજો પરત લેવા માટે ન્યાયિક કાર્યવાહી શરૂ કરાઈ છે.
Latest Stories