Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સ્ટેશન સ્થિત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને જિલ્લા ભાજપા દ્વારા ફુલહાર કરાયા

ભારતીય બંધારણના ઘડવૈયા એટલેકે ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરને જન્મજયંતી નિમિતે ભરુચ જિલ્લાના સ્ટેશન પાસે આવેલ આંબેડર્કની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ આપવામાં આવી..

X

ભારતીય બંધારણના ઘડવૈયા એટલેકે ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરને જન્મજયંતી નિમિતે ભરુચ જિલ્લાના સ્ટેશન પાસે આવેલ આંબેડર્કની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ આપવામાં આવી..

સમતા સમાનતા અને સ્‍વતંત્રતા માટે જીવનભર ઝઝૂમનાર બાબાસાહેબના હુલામણા નામથી પ્રસિદ્ધ ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારતરત્‍ન ડો. ભીમરાવ આંબેડકરનો જન્‍મ ૧૪ એપ્રિલ ૧૮૯૧ના મધ્‍યપ્રદેશમાં મહુની લશ્‍કરી છાવણીમાં થયો હતો. રામજી શકપાલ અને ભીમાબાઇના ૧૪માં સંતાન તરીકે જન્‍મેલા ભીમરાવ નાનપણથી જ અસ્પૃશ્યતાના લીધે અપમાન અને અવમાનનાનો ભોગ બનતા રહ્યા હતાં.

આજે દેશભરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 131 મી જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ ભરૂચ સ્ટેશન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર વિવિધ સંગઠનો અને રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, સાંસદ મનસુખ વસાવા ,ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિતના સભ્યો અને મહાનુભાવો દ્વારા ફુલહાર કરી કેક કટિંગ કરી અને રેલી સહિતના કાર્યક્રમો કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની દેશ અને સમાજ ઉપયોગી સેવાઓનું સ્મરણ કર્યું હતું.

Next Story