ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીઓએ રંગોલી સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો

પારૂલ યુનિવર્સિટી, વડોદરા દ્વારા વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે નિમિત્તે નેશનલ ફાર્માકોવિજીલન્સ વીક ઉજવવામાં આવ્યો હતો. જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીઓએ રંગોલી સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો
New Update

ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીઓએ પારૂલ યુનિવર્સિટી, વડોદરા દ્વારા વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે નિમિત્તે રંગોલી સ્પર્ધામાં પ્રથમક્રમ હાંસલ કર્યો છે જે બદલ તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

પારૂલ યુનિવર્સિટી, વડોદરા દ્વારા વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે નિમિત્તે નેશનલ ફાર્માકોવિજીલન્સ વીક ઉજવવામાં આવ્યો હતો. જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાર્મા રંગોલી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીઓ વણકર અલ્પના, દાવી ફાતીમા અને સૈયદ અતીયાહએ પહેલો નંબર પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે. જેથી કોલેજના ટ્રસ્ટી, પ્રિન્સિપાલ અને સમસ્ત સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવે છે.

#Bharuch #Connect Gujarat #BeyondJustNews #Students #Lakshminarayan Dev College of Pharmacy #Rangoli competition #first rank
Here are a few more articles:
Read the Next Article