/connect-gujarat/media/post_banners/c61323dfade52dd3a0c9a886b06d652cdc455fa38fe202f037e0825f7817d06c.jpg)
ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલ ગણેશ ટાઉનશીપ સોસાયટી ખાતે અયોધ્યાથી પૂજિત અક્ષત કળશ શોભાયાત્રા આવી પહોચતા સ્થાનિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રભુશ્રી રામ જન્મભૂમિ તીર્થથી આવેલી પૂજિત અક્ષત કળશની ભવ્ય શોભાયાત્રા અને પૂજિત અક્ષતનું શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઘરે ઘરે વિતરણ થાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલ ગણેશ ટાઉનશીપ સોસાયટી ખાતે અયોધ્યાથી પૂજિત અક્ષત કળશ શોભાયાત્રા આવી પહોચતા સ્થાનિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પરમ કૃપાળુ શ્રી રામચંદ્રજીના મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના સમયના વિવરણની પત્રિકા તથા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના ફોટાનું રામભક્તોને વિતરણ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ, સર્વે ભક્તોના ચહેરા પર પોતાના રાજા રામને આવકારવાનો એક અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. આ શુભ અવસર પર સોસાયટીના સદસ્ય અને કાર સેવક વિનોદ કરાડેનું ફુલહાર અને સાલથી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, પ્રકાશ મહેતા, દિનેશ વાઘેલા, અરવિંદ ટંડેલ, દિપક પારેખ, અજય ભાટિયા, ધ્રુવેશ મહેતા, કૃણાલ કરાડે સહિત મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો સહભાગી થયા હતા.