ભરૂચ : તમારા માથે દેવું છે તો આ વૃક્ષ દુર કરશે તમારૂ દેવુ, આવતી દશેરાએ કરજો આ ઉપાય

કોરોનાની મહામારીના કારણે અનેક લોકો દેવાના ડુંગર તળે દબાય ગયાં છે ત્યારે ભરૂચમાં દશેરાના દિવસે દેવુ ઉતારવા માટે અનોખી ધાર્મિક વિધિ કરવામાં આવે છે

New Update
ભરૂચ : તમારા માથે દેવું છે તો આ વૃક્ષ દુર કરશે તમારૂ દેવુ, આવતી દશેરાએ કરજો આ ઉપાય

કોરોનાની મહામારીના કારણે અનેક લોકો દેવાના ડુંગર તળે દબાય ગયાં છે ત્યારે ભરૂચમાં દશેરાના દિવસે દેવુ ઉતારવા માટે અનોખી ધાર્મિક વિધિ કરવામાં આવે છે.

કોરોના કાળમાં અનેક લોકોની નોકરીઓ છીનવાય જતાં તેઓ બેરોજગાર બની ગયાં છે જયારે કેટલાય લોકોની જમા પુંજી કોરોનાની સારવાર પાછળ ખર્ચાઇ ચુકી છે. દરેક વ્યકતિ પોતાના માથેથી દેવુ દુર થાય તેવી આશા રાખતો હોય છે ત્યારે આર્થિક તંગી અને દેવામાંથી બહાર આવવા ભરૂચમાં સૈકાઓથી સિંધવાઈ માતાના મંદિરે અનોખી માન્યતા પ્રમાણે દૂર દૂરથી લોકો પોતે ઋણ મુક્ત થવા દોડી આવી આંગણામાં રહેલા સમી વૃક્ષની નખથી છાલ ઉતારી માતાજીને અર્પણ કરે છે.અને પછી આ છાલને ચુંદડીમાં મૂકી ઘરની તિજોરીમાં મૂકે છે જેથી ધન વૃદ્ધિ થાય તેવી માન્યતા છે.

વિજયાદશમીએ ભરૂચ શહેરમાં આવેલા સિંધવાઇ માતાનાં 300 વર્ષ જૂના પ્રાચીન મંદિર સાથે સંકળાયેલી છે. માન્યતા મુજબ સિંધવાઇ માતાનાં મંદિરમાં આવેલા સમી વૃક્ષની છાલ હાથથી ઉખાડી તે આસતરીના પાન સાથે માતાને અર્પણ કરવામાં આવે તો શ્રદ્ધાળુનું દેવું દૂર થવા સાથે ધન લાભ થાય છે. વિજયાદશમી અને અગિયારસે પણ અપાર શ્રદ્ધા સાથે મંદિરે ટુચકો અજમાવી મોંઘવારીનાં સમયમાં માતાજી સમક્ષ પ્રાર્થના કરવા ભરૂચમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

Latest Stories