Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, 37 કેન્દ્રો પર 11 હજારથી વધુ પરીક્ષાર્થીઓની પરીક્ષા

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા નવ એપ્રિલે બપોરે 12:30થી 1:30 દરમિયાન યોજાનાર છે.

X

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ભરૂચ જિલ્લાના 37 પરીક્ષા કેન્દ્રો પર વિડિયોગ્રાફી સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યારે 11 હજારથી વધુ પરીક્ષાર્થીઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી રહ્યા છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા નવ એપ્રિલે બપોરે 12:30થી 1:30 દરમિયાન યોજાનાર છે. રાજ્યના 3 હજાર કેન્દ્ર પર 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. આ માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યારે પરીક્ષાને લઈને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. જિલ્લાભરના 37 કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિડિયોગ્રાફી સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જિલ્લાના 37 પરીક્ષા કેન્દ્રો પર પેપર રવાના કરવામાં આવ્યા હતા. જિલ્લાભરના 37 કેન્દ્રો પર 11 હજારથી વધુ પરીક્ષાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 1400થી વધુ કર્મચારીઓ સાથે 170 વધુ પોલીસ કર્મી ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે.

Next Story