Connect Gujarat
ભરૂચ

ભરૂચ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા યોજાય તિરંગા યાત્રા...

સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ આઝાદ થયો તેના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે..

X

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકાના ફાયર સ્ટેશનથી તિરંગા યાત્રા પ્રસ્થાન થઈ રેલ્વે સ્ટેશન સર્કલ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.

સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ આઝાદ થયો તેના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા આહ્વાન કરવામાં આવ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજી લોકોને રાષ્ટ્રધ્વજ સાથે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગ આપવા ઠેર ઠેર લોકજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ ફાયર સ્ટેશનથી ભરૂચ રેલ્વે સ્ટેશન સર્કલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આ તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ, નગરસેવકો, ફાયર વિભાગના કર્મચારીઓ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story