Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વસંત પંચમીના વૈભવ વચ્ચે ભૃગુઋુષિની ધરાનો આજે સ્થાપના દિવસ

ભાંગ્યુ ભાંગ્યું તોય' ભરૂચ તરીકે ઓળખાતા ભરૂચ શહેરનો આજે વસંત પંચમીના દિવસે સ્થાપના દિવસ છે.

X

ભાંગ્યુ ભાંગ્યું તોય' ભરૂચ તરીકે ઓળખાતા ભરૂચ શહેરનો આજે વસંત પંચમીના દિવસે સ્થાપના દિવસ છે.

નર્મદા પુરાણના રેવાખંડમાં જણાવ્યા અનુસાર, નંદન સંવત્સરમાં માઘ સુદ પાંચમના દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રનો ચંદ્ર અને કુંભ રાશિનો સુર્ય હતો. તે દિવસે નર્મદાના ઉત્તર કિનારા ઉપર કૂર્મની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરીને મોટા આનંદથી ભુગૃઋુષિએ મોટું નગર વસાવ્યું હતું. કૂર્મ (કાચબા)ની પીઠ ઉપર આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાથી આ નગર ભૃગૃકચ્છના નામથી ઓળખાવા લાગ્યું હતું. જોકે, પૂર્વ અને પશ્ચિમનાં દેશો વચ્ચે તેજાના અને રેશમનાં વહાણમાર્ગમાં અગત્યનાં વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું છે, જેમકે ભરાકચ્છ, ભૃગુકચ્છ, બ્રૉચ અને ભરૂચ. બ્રિટિશરો અનેક ભારતીય શબ્દોનો ઉચ્ચાર સ્પષ્ટપણે નહોતા કરી શક્તાં અને માટે તેમણે મૂળ નામોને પોતે ઉચ્ચારી શકે તેવા નામોથી ઓળખવાનું રાખ્યું હતું.મહર્ષિ ભૃગુ કે, જેમના નામ ઉપરથી ભરૂચ શહેરનું નામ પડયું છે. ભૃગુઋુષિ ત્રિકાળ જ્ઞાની અને વેદના જાણકાર હતા. તેમણે ભૃગુ સંહિતાની રચના કરી છે.

Next Story