Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આજે શીતળા સાતમ, મહિલાઓએ મંદિરે પૂજા અર્ચના કરી ટાઢુ ભોજન આરોગ્યુ

આજે શીતળા સાતમનો પર્વ છે. ત્યારે ભરૂચ સહિત ઠેર ઠેર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી

X

આજે શીતળા સાતમનો પર્વ છે. ત્યારે ભરૂચ સહિત ઠેર ઠેર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને મહિલાઓ દ્વારા શીતળા માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું

પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા સર્જાય છે. ભાવિ ભક્તો આ પવિત્ર શ્રાવણ માહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવીને ધન્યતા અનુભવે છે. શીતળા સાતમનો તહેવાર ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે.લોકમાન્યતાઓ પ્રમાણે આ તહેવારનું મહત્વ પણ અનેરું છે.જેમાં સૌભાગ્યવતિ સ્ત્રી શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પૂજા-અર્ચના કરે છે.આ દિવસે વ્રત કરનાર સવારે વહેલા ઉઠી અને ઠંડા પાણીથી સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી ઘીનો દીવો કરી માતા શીતળાની પૂરા ભાવથી પૂજા અર્ચના કરે છે. સાથે જ ઠંડુ ભોજન આરોગી સમગ્ર વર્ષ દરમ્યાન પરિવારને સ્વસ્થ રાખવાની કામના કરે છે

Next Story