Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ટામેટાના ભાવે સામાન્ય વર્ગને કર્યો લાલ, રિટેલ માર્કેટમાં વેચાય રહ્યા છે 80થી100 રૂપિયે કિલો

સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે. શિયાળાની સીઝનમાં ટામેટા સહિતના શાકભાજીના ભાવોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.

X

સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે. શિયાળાની સીઝનમાં ટામેટા સહિતના શાકભાજીના ભાવોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. રિટેલ માર્કેટમાં ટામેટાના પ્રતિકીલોના ભાવતો 80થી100 રૂપિયે કિલો પહોંચી ગયા છે

શિયાળાનું આગમન એટલે તાજા લીલા શાકભાજીની ઋતુ..શિયાળામાં તાજા શાકભાજી આરોગી નિરોગી રહી શકાય છે પરંતુ આજના મોંઘવારીના યુગમાં હવે તાજા શાકભાજી આરોગવા પણ સામાન્યજન માટે દુષ્કર થઈ ગયું છે.પહેલા વાત કરીએ લાલ લાલ ટામેટાની..લાલ રંગના ટામેટાના ભાવે સામાન્ય વર્ગને જાણે લાલ કરી દીધો છે. કામોસમી વરસાદ અને પેટ્રોલ ડીઝલના વધતા ભાવના કારણે ટ્રાન્સપોટેશન મોંઘું બન્યું છે જેના કારણે ટામેટાના ભાવ બેકાબુ થઈ ગયા છે. ટામેટા હાલ રિટેલ માર્કેટમાં 80થી100 રૂપિયા પ્રતિકીલોના ભાવે વેચાય રહ્યા છે.તો બીજી તરફ અન્ય શાકભાજીના ભાવોમાં પણ ઉછાળો જોવા મળ્યા છે. એક નજર કરીએ શાકભાજીના વધેલા ભાવો પર


એક તરફ પેટ્રોલ ડીઝલ અને રાંધણગેસના ભાવ વધી રહ્યા છે ત્યારે સામાન્ય લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે તો બીજી તરફ હવે રોજિંદા ખોરાકમાં ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવો પણ વધતા સામાન્ય વર્ગની કફોડી હાલત થઈ છે

ચોમાસાની પુર્ણાહુતી બાદ શિયાળામાં સામાન્ય રીતે શાકભાજીના ભાવમાં ઘટાડો થતો હોય છે પરંતુ આ વખતે કામોસમી વરસાદના કારણે શાકભાજીના ઉત્પાદન પર અસર પડી છે જેનો પ્રભાવ ભાવ પર પણ જોવા મળી રહ્યો છે.ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરના માર્કેટ સુધી શાકભાજી લાવવાનો ખર્ચ પણ વધ્યો છે જેના કારણે રિટેલ તેમજ જથ્થાબંધ માર્કેટમાં શાકભાજી ઊંચી કિંમતે વેચાય રહ્યા છે.

Next Story