Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વરના પીલુદ્રા ગામ નજીક ટ્રેક્ટર પાણીમાં તણાયું, એક વ્યક્તિ લાપતા, 4 લોકોનો આબાદ બચાવ

અંકલેશ્વરમાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકાર, પીલુદ્રા ગામ નજીક સર્જાય દુર્ઘટના

X

અંકલેશ્વરના પીલુદ્રા ગામ નજીકથી પસાર થતી ખાડીના ધસમસતા પાણીમાં ટ્રેક્ટર તણાયુ હતું આ ઘટનામાં ટ્રેક્ટર પર સવાર 4 લોકોનો આબાદ બચાવ થયો હતો ત્યારે 1 ઈસમ લાપતા બનતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

અંકલેશ્વર પંથકમાં ખાબકેલ ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આમલાખાડી અને પિલુદ્રા ગામ પાસેની ખાડીમાં પાણી ફરી વળ્યા હોવાથી માર્ગો બંધ કરવામાં સુચન વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે ત્યારે આજરોજ પીલુદ્રા ગામથી ટ્રેકટરમાં સવાર થઇ ચાર લોકો ખેતરે જતા હતા તે દરમિયાન ખાડીના ધસમસતા પ્રવાહમાં ટ્રેકટર તાણવા લાગતા ટ્રેકટરમાં સવાર લોકોએ બુમરાણ મચાવી હતી જેને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને તણાઈ રહેલ 5 પૈકી 4 લોકોને બચાવી લીધા હતા જયારે એક વ્યક્તિ લાપત્તા બન્યો હતો જે અંગે એસ.ડી.આર.એફના જવાનોને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને લાપત્તા બનેલ વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે. ઘટનાની ગંભીરતા સમજી અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, પ્રાંત અધિકારી નૈતિકા પટેલ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને નિરિક્ષણ કર્યું હતું.

Next Story