Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આહીર સમાજ દ્વારા નવરાત્રીની પરંપરાગત ઉજવણી, તવરા ગામે પાંચ દેવી મંદિરે જવારાની સ્થાપના

તવરા ગામ ખાતે પાંચ દેવી મંદિરે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના જવારાની સ્થાપના કરી આજથી શરૂ થતી નવરાત્રીના પૂજન અર્ચનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

X

ભરૂચ જિલ્લામાં પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલ તવરા ગામ ખાતે પાંચ દેવી મંદિરે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના જવારાની સ્થાપના કરી આજથી શરૂ થતી નવરાત્રીના પૂજન અર્ચનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

સમગ્ર ભરૂચ જિલ્લામાં આસો નવરાત્રિના પ્રથમ નોરતેથી જ માઈભક્તો એકટાણું ઉપવાસ કરી માતાજીની ભક્તિમાં લીન બની મોડી રાત્રે શેરી ગરબામાં રમઝટ બોલાવે છે, ત્યારે આજથી આસો નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે ભરૂચના તવરા ગામ સ્થિત પાંચ દેવી મંદિરે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના જવારાની સ્થાપના કરી નવરાત્રીના પૂજન અર્ચનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ જવારામાં ઘઉં, જુવાર, વાલ, મગ, જવ સહિતના કઠોળથી માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી. પ્રથમ નોરતે વહેલી સવારે માઇભક્તોએ નર્મદા સ્નાન કરી માતાજીના જવારાની સ્થાપના કરી હતી. આસો નવરાત્રીનો ઉત્સવ આહીર સમાજ દ્વારા પેઢીઓથી ઉજવાય રહ્યો છે.

10 દિવસ માતાજીના જવાની સ્થાપના સાથે પૂજન-અર્ચન કરી વિવિધ કાર્યક્રમો કરી નવરાત્રીની ઉજવણી આહીર સમાજ દ્વારા કરવામાં આવે છે. દશેરાના દિવસે ઢોલ નગારાના તાલે માતાજીના જવારાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવે છે. આ ઉત્સવમાં ભરૂચ જિલ્લાભરમાંથી માઈભક્તો માતાજીના દર્શનાર્થે તવરા સ્થિત પાંચ દેવી મંદિરે ઉમટી આવી ધન્યતા અનુભવતા હોય છે.

Next Story