New Update
/connect-gujarat/media/post_banners/fe7b8eee36ede59822d2ac14848d14976067fbba92224cedebe1decea2842e5e.webp)
ભરૂચના જંબુસર નગરના ડાભા સર્કલ તરફ જતા રેલવે ફાટકની બાજુમાં આવેલ કિસ્મતનગર સોસાયટીમાં રહેતા મોગલ જુબેર બેગ નાસીર બેગના મકાનનું કલર કામ તથા શેડ બનાવવાનું સમારકામ ચાલુ હોય તેઓ પરિવાર સાથે રાત્રે પોતાની સાસરીમાં બે દિવસથી જતા હોય તસ્કરોએ ઘરની જાળીનો નકુચો તોડી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ દોઢ લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.આ અંગે મકાન માલિકે જંબુસર પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ચોરી અંગેની ફરિયાદ નોંધી ફરાર તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે..