Connect Gujarat
ભરૂચ

ભરૂચ: માટલીવાલા પબ્લિક સ્કૂલ ખાતે હજયાત્રીઓ માટે ટ્રેનીંગ કેમ્પનું આયોજન,600થી વધુ હાજીઓએ લીધો ભાગ

ભરૂચ અને નર્મદા જિલ્લાના હાજીઓનો ટ્રેનિંગ કેમ્પ ભરૂચની માટલીવાલા પબ્લિક સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો જેમાં અંદાજે 600થી વધુ હાજીએ ભાગ લીધો હતો

X

ભરૂચ અને નર્મદા જિલ્લાના હાજીઓનો ટ્રેનિંગ કેમ્પ ભરૂચની માટલીવાલા પબ્લિક સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો જેમાં અંદાજે 600થી વધુ હાજીએ ભાગ લીધો હતો

ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી ઘણા મુસ્લિમ બિરાદરો હજ પઢવા માટે જવાના છે ત્યારે તેઓએ માટે ભરૂચની માટલીવાલા પબ્લિક સ્કૂલ ખાતે ટ્રેનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ટ્રેનિંગ કેમ્પમાં ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન ઈકબાલભાઈ સૈયદ,ગુજરાત રાજ્ય હજ કમિટીના સભ્ય મુસ્તુફા ખોડા અને માટલીવાલા પબ્લિક સ્કૂલના એડમિનિસ્ટ્રેટર ઈસાક પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ ટ્રેનિંગ કેમ્પમાં ગુજરાત રાજ્ય હજ કમિટીના માસ્ટર ટ્રેનર હનીફ પટેલ અબ્દુલ રાઠોડ અને આલીમ મુફ્તી યુસુફે હજના સફર દરમિયાન ધ્યાનમાં રાખવાની તમામ બાબતો અંગે માહિતી આપી હતી

Next Story