/connect-gujarat/media/post_banners/febe31bc46781f6146249617cc9f42df97d3297c4e6bca5280bfd77acfde303b.jpg)
ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતેમહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.
પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાન પુરુષોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હતાં. દેશની આઝાદીમાં પોતાનો સિંહફાળો આપનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૨મી જન્મ જયંતીની ઉજવણી કરાય રહી છે. આ ઉપરાંત આજે દેશના પુર્વ વડાપ્રધાન સ્વ. લાલબહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ છે. ભરૂચ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાન પુરુષોની આ તસવીરને સુતરની આંટી અને ફુલ હાર અર્પણ કર્યા હતાં. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા તેમજ અન્ય આગેવાનો અને કાર્યકરો હાજર રહયાં હતાં.