ભરૂચ: પોલીસના નામે રૂપિયા પડાવતા બે ઈસમો ઝડપાયા, દીકરીના ઓપરેશનના બહાને પડાવ્યા હતા રૂપિયા

પીએસઆઇ તરીકેની ઓળખ આપી દીકરીના ઓપરેશન માટે રૂપિયા 7500 માંગ્યા હતા.

ભરૂચ: પોલીસના નામે રૂપિયા પડાવતા બે ઈસમો ઝડપાયા, દીકરીના ઓપરેશનના બહાને પડાવ્યા હતા રૂપિયા
New Update

ભરૂચની સોસાયટીના પ્રમુખ અને સભ્ય પાસેથી પીએસઆઇના નામે રૂપિયા 12,500 પડાવી લેનાર છોટાઉદેપુરના ઠગ સહિત બેને બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી. ભરૂચના મનુબર રોડ ઉપર મિલ્લત નગરમાં રહેતા ઇમરાન શેખ સોસાયટીના પ્રમુખ છે. તેઓ ઉપર શનિવારે બપોરે એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેને પોતાને પીએસઆઇ તરીકેની ઓળખ આપી દીકરીના ઓપરેશન માટે રૂપિયા 7500 માંગ્યા હતા.

મનુબર ચોકડી ઉપર ઇકો ગાડીમાં સફેદ શર્ટ અને ખાખી પેન્ટમાં ડ્રાઈવર સાથે આવેલ વ્યક્તિ રોકડા લઈ ગયો હતો.જેને સોસાયટીના જ રહીશ મુનિર સૈયદે જોઈ લેતા સીધા બી ડિવિઝન લઈ ગયો હતો. તેની પાસેથી પણ છ મહીંના પેહલા આ વ્યક્તિએ પોતે પોલીસના નામે 5000 પડાવ્યા હતા.બી ડિવિઝન પોલીસે સોસાયટીના પ્રમુખની ફરિયાદના આધારે નકલી PSI બની તોડ પાડતા છોટા ઉદેપુરના નૂર મહંમદ મલેક અને તેની સાથે ફરતા ઇકો ચાલક સીરાજ શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

#Bharuch #GujaratConnect #Bharuch Police #bharuchnews #GujaratiNews #SpBharuch #Duplicate Police #Bharuch Fraud Police
Here are a few more articles:
Read the Next Article