Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અધિકારીઓની જાસૂસી કરનાર બે પોલીસકર્મીઓ પર કાયદાની ગાજ વરસી, જુઓ શું કરવામાં આવી કાર્યવાહી

ગુજરાત પોલીસમાં ભારે ચકચાર જગાવનાર જાસૂસી કાંડમાં આખરે ભરુચ પોલીસ દ્વારા બે પોલીસકર્મીઓ અને કુખ્યાત બુટલેગરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે

X

ગુજરાત પોલીસમાં ભારે ચકચાર જગાવનાર જાસૂસી કાંડમાં આખરે ભરુચ પોલીસ દ્વારા બે પોલીસકર્મીઓ અને કુખ્યાત બુટલેગરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે

ગુજરાત પોલીસને હચમચાવી દેનારા ભરૂચના LCB ના 2 કોન્સ્ટેબલોના બુટલેગરો માટે પૈસા લઈ પોલીસની જ જાસૂસીકાંડમાં બે બુટલેગરો સહિત બન્ને અપરાધી કોન્સ્ટેબલો સામે એક વર્ષથી લઈ આજીવન કેદ સુધીની સજાની જોગવાઈઓ કરતી કલમો ફરિયાદમાં લગાવવામાં આવી છે.ભરૂચ LCB માં વર્ષોથી ટેક્નિકલ સર્વેલન્સમાં રહેલા બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીએ પૈસા માટે પોલીસનું લોકેશન જ બુટલેગરોને વેચવાનું શરૂ કરી દીધું હતું. છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ મોનીટરીંગ સેલ SMC ની બુટલગરો ઉપર રેઇડ નિષ્ફળ જતા SP નિરલીપ રાયને શંકા ગઈ હતી. તેઓએ DYSP કે.ટી. કામરીયા સાથે તપાસ કરતા ભરૂચ LCB ના ટેક્નિકલ સર્વેલન્સમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીની પોલીસના જ લોકેશનો બુટલેગરોને પોહચાડવામાં ભૂમિકા સામે આવી હતી.

SMC એ આ અંગેનો પ્રાથમિક રિપોર્ટ તત્કાલીન DGP આશિષ ભાટિયાને કરતા ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે તત્કાલ એક્શન લઈ બન્ને પૈસા માટે બુટલેગરોના હાથે વેચાય ગયેલા પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દીધા હતા. ખૂબ જ ગંભીર ગુનાહિત કૃત્ય અંગે ભરૂચ SP એ તપાસ અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈને પોતાની સીધી દેખરેખ હેઠળ સોંપી હતી. DYSP દ્વારા 18 દિવસ કરતા વધુની સઘન તપાસ બાદ આજે બી ડિવિઝનમાં SOG પીઆઇ આનંદ ચૌધરીએ બન્ને કોન્સ્ટેબલ અને બુટલેગરો સામે ફરિયાદ નોંધાવી છે.પબ્લિક સેવક અને પોલીસમાં જ રહી પોલીસની જ જાસૂસી બુટલેગરો માટે કરતા બન્ને કોન્સ્ટેબલ, બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ તેમજ પરેશ ચૌહાણ ઉર્ફે ચકા સામે એક વર્ષથી લઈ આજીવન કેદ સુધીની જોગવાઈની વિવિધ કલમો લગાવવામાં આવી છે.

Next Story