Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કમોસમી વરસાદ અને પૂરના કારણે ફૂલના પાકને મોટું નુકસાન, પાક ઓછો ઉતરતા 5 ગણો ભાવ વધારો...

ભરૂચ જીલ્લામાં ફૂલની ખેતી કરતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આ વર્ષે ફૂલનું ઉત્પાદન ઓછું થવાથી આ વર્ષે ફુલના ભાવમાં 5 ગણો વધારો નોંધાયો છે.

X

ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારના અંગારેશ્વર, મંગલેશ્વર, તવરા, શુકલતીર્થ અને કબીરવડ સહિત નિકોરા અને ઝનોર ગામના કેટલાય ખેડૂતો ફૂલની ખેતી ઉપર નિર્ભર હોય છે, જ્યાં દર વર્ષે ફૂલોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતા હોય છે. પરંતુ તાજેતરમાં ચોમાસાની ઋતુ અને ત્યારબાદ વરસેલા કમોસમી વરસાદના કારણે ફૂલના પાકને મોટું નુકસાન થયું છે. એટલું જ નહીં, નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે કેટલાય ખેડૂતોના ફૂલનો પાક નષ્ટ થઈ જતા ફૂલનો પાકનું ઉત્પાદન ઘટી જવાના કારણે ફૂલ બજારમાં ફુલનો ભાવ 5 ગણો વધી ગયો છે, અને સાથે વેપારીઓને પણ નુકસાન થયું છે.

ભરૂચ જીલ્લામાં ફૂલની ખેતી કરતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આ વર્ષે ફૂલનું ઉત્પાદન ઓછું થવાથી આ વર્ષે ફુલના ભાવમાં 5 ગણો વધારો નોંધાયો છે. જેમાં ફૂલના ગોટા જે 20 રૂપિયા કિલો મળતા હતા, તે આજે 80થી 100 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. અન્ય ફૂલોમાં પણ 4થી 5 ઘણો ભાવ વધારો નોંધાતા લોકો મૂંઝવણમાં મુકાયા છે. જોકે, બજારમાં મળતા પ્લાસ્ટિકના ચાઇના ફૂલથી લોકો પોતાના મકાનોને શણગાર માટે મજબૂર બન્યા હોય તેમ લાગી રહ્યું છે.

Next Story