ભરૂચ : ગ્લોબલ વોર્મિંગ-ગ્રીન ઈન્ડિયાના પ્રચાર પ્રસાર અર્થે નીકળેલા ઉતરાખંડના સાયકલિસ્ટનું કરાયું ભવ્ય સ્વાગત
ઉતરાખંડથી સાઇકલ લઈને નીકળેલા સાયકલિસ્ટનું ભરૂચ જીલ્લામાં આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
BY Connect Gujarat Desk1 Feb 2023 12:11 PM GMT

X
Connect Gujarat Desk1 Feb 2023 12:11 PM GMT
ઉતરાખંડથી સાઇકલ લઈને નીકળેલા સાયકલિસ્ટનું ભરૂચ જીલ્લામાં આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગ્લોબલ વોર્મિંગ તથા ગ્રીન ઈન્ડિયાના પ્રચાર-પ્રસાર અર્થે નીકળેલા ઉતરાખંડના સાયકલિસ્ટનું ભરૂચ જીલ્લામાં આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાયકલ યાત્રા ગત વર્ષ 2022ના મેં માસમાં શરૂ કરવામાં આવી હતી. જે અત્યાર સુધીમાં 4 હજાર કિલોમીટરનું અંતર ખેડી 10 રાજ્ય ફરી ચૂકી છે. એટલું જ નહીં, મહારાષ્ટ્ર, ગોવા અને કન્યાકુમારી સુધી સાયકલિંગ કરી સાયકલિસ્ટ કબીર જોશી દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવશે, ત્યારે ઉતારાખંડના સાયકલિસ્ટ કબીર જોશી ભરૂચ તેમજ અંકલેશ્વર આવી પહોચતા ભરૂચ-અંકલેશ્વરના સાયાકલીસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેમની આ સાઇકલ યાત્રા સફળતા પૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.
Next Story