ભરૂચ : જંબુસરના કનગામના સ્મશાનના બાવળોની હરાજીનો વણકર સમાજ દ્વારા વિરોધ...

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામની સીમમાં આવેલા વણકર સમાજના સ્મશાનમાં કુદરતી રીતે બાવળીયા ઊગી નીકળ્યા છે.

New Update
ભરૂચ : જંબુસરના કનગામના સ્મશાનના બાવળોની હરાજીનો વણકર સમાજ દ્વારા વિરોધ...

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા કનગામ ખાતે વણકર સમાજના સ્મશાનના બાવળોની જંગલ ખાતા દ્વારા હરાજી કરવામાં સમાજના આગેવાનોએ આ કામગીરીને રદ્દ કરવામાં આવે તેવી ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામની સીમમાં આવેલા વણકર સમાજના સ્મશાનમાં કુદરતી રીતે બાવળીયા ઊગી નીકળ્યા છે. જોકે, આ દરમિયાન જંગલ ખાતા દ્વારા સ્મશાનના બાવળિયાની હરાજી કરવામાં આવી છે. જે અંગે ગામના વણકર સમાજના આગેવાનોને જાણ થતા તેઓએ આ પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો. આ હરાજી બાબતે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી આ હરાજી રદ્દ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વણકર સમાજના આગેવાનોએ રજૂઆત કરી હતી.

Latest Stories