Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પર્યટન સ્થળ માતરિયા તળાવ પર વિવિધ પ્રકલ્પોનું થશે નિર્માણ, જુઓ કઈ કઈ સુવિધા કરાશે ઉભી

પર્યટન સ્થળ માતરિયા તળાવ ખાતે નવ નિર્માણ પામનાર વિવિધ પ્રકલ્પોનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું

ભરૂચ: પર્યટન સ્થળ માતરિયા તળાવ પર વિવિધ પ્રકલ્પોનું થશે નિર્માણ, જુઓ કઈ કઈ સુવિધા કરાશે ઉભી
X

ભરૂચના પર્યટન સ્થળ માતરિયા તળાવ ખાતે નવ નિર્માણ પામનાર વિવિધ પ્રકલ્પોનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું

ભરૂચના માતરિયા તળાવ તથા બગીચા પર્યટન સ્થળ તરીકે ભરૂચના શહેરીજનોના મનોરંજનની દ્રષ્ટિએ ખૂબ જ આગવી ઓળખ ધરાવે છે માતરીયા તળાવની દેખરેખ તથા જાળવણીને લગતી તમામ કામગીરી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળને સોંપવામાં આવેલી છે ત્યારે માતરીયા તળાવ તથા આસપાસના બગીચાને વધુ મનમોહક બનાવવા માટે રીનોવેશન અપગ્રેટેડ એન્ડ બ્યુટીફિકેશન કરવા માટેની કામગીરી બૌડા દ્વારા કરવામાં આવી રહી છે જેમાં કોલોનેટ થીમને આધારિત વિશાળ પ્રવેશદ્વાર ટુ વ્હીલ તથા ફોરવીલર માટે પાર્કિંગ વ્યવસ્થા, સોલાર પેનલ સહિતની શેડ વ્યવસ્થા અને પીવા માટેના શુદ્ધ પાણીની વ્યવસ્થા, તળાવના ફરતે લાઈટિંગ,સ્પીકરની વ્યવસ્થા તેમજ બગીચામાં ફૂડ કોર્ટની વ્યવસ્થા ઉભી કરવા રૂપિયા 4 કરોડના ખર્ચે કરવામાં આવનાર છે.જે કામનું ખાતમુર્હુત ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેકટર ડો.તુષાર સુમેરા, નાગર સેવા સદનના મુખ્ય અધિકારી દશરથ ગોહિલ,જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબહેન પટેલ,ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડા,જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

Next Story