ભરૂચ: હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત હિંદુ સમાજ માટે વૈદિક પદ્ધતિથી સમૂહ લગ્નોત્સવ યોજાયો

સમસ્ત હિન્દૂ સમાજ માટે મોંઘવારીમાં સામાજિક સંદેશ સમાન આ સમૂહ લગ્નોત્સવને આવકારી નવયુગલોને આશીર્વાદ સાથે દાતાઓ તરફથી કન્યા દાનની સરવાણી પણ કરાઈ હતી.

New Update
ભરૂચ: હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત હિંદુ સમાજ માટે વૈદિક પદ્ધતિથી સમૂહ લગ્નોત્સવ યોજાયો

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત હિંદુ સમાજ માટે વૈદિક પદ્ધતિથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર દર વર્ષની જેમ સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સમસ્ત હિંદુ સમાજ માટે વૈદિક પદ્ધતિથી સમૂહ લગ્નોત્સવ રવિવારે યોજાયો હતો.સમસ્ત હિંદુ સમાજના સમૂહ લગ્નોત્સવમાં 15 નવયુગલોએ વૈદિક પદ્ધતિથી સંતો, મહંતો તેમજ દરેક સમાજના મહાનુભવોની ઉપસ્થતિમાં લગ્નગ્રંથિથી જોડાઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

ઉપસ્થિત સૌ કોઈએ સમસ્ત હિન્દૂ સમાજ માટે મોંઘવારીમાં સામાજિક સંદેશ સમાન આ સમૂહ લગ્નોત્સવને આવકારી નવયુગલોને આશીર્વાદ સાથે દાતાઓ તરફથી કન્યા દાનની સરવાણી પણ કરાઈ હતી.સમૂહ લગ્નોત્સવમાં રાજ્યસભાના સાંસદ રાકેશ સિંહા, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કૌશલ પટેલ, ટ્રસ્ટના મુકતાનંદ સ્વામી, દીપિકાબેન શાહ, ભાજપના વિજેતા ઉમેદવાર રમેશ મિસ્ત્રી, ડી.કે.સ્વામી, દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ પૂર્વે ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૈચારિક વિમર્શ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યસભાના સાંસદ પ્રો. રાકેશ સિંહાએ વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ડો.કૌશલ પટેલ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ગુજરાતના સહકાર્યવાહક ડો.અખિલેશ પાંડે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા