ભરૂચ : વિદ્યુત ગતિએ વાગરા બેઠકના ભાજપના ઉમેદવાર અરુણસિંહ રણાનો ચૂંટણી પ્રચાર, વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો

ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અરુણસિંહ રણાનો ચૂંટણી પ્રચાર વિદ્યુત ગતિએ ચાલી રહ્યો છે.

New Update

Advertisment
1/38

ભરૂચની વાગરા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અરુણસિંહ રણાને ગામેગામ લોકોનો પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. નબીપુર જિલ્લા પંચાયતની પારખેત તાલુકા પંચાયત બેઠકના ગામોની જાહેરસભા કારેલા ગામે યોજાતા તેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના વાગરા બેઠકના ઉમેદવાર અરુણસિંહ રણાએ લોકોના સાથ સહકાર અને વિશ્વાસના કારણે જ વાગરાનો વિકાસ શક્ય બન્યો હોવાનું અને તેના કારણે જ ભાજપે સતત ત્રીજી વખત ટિકિટ આપી હોવાનું જણાવ્યુ હતું. સાથે જે કામો બાકી રહ્યા છે, તે આગામી સમયમાં પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. લોકોએ પણ ભાજપના ઉમેદવાર અરુણસિંહ રણાને સમર્થન આપી તેમના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.