ભરૂચ: નંદેલાવ ખાતે MLA રમેશ મિસ્ત્રીનીના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

નંદેલાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહેંચતા બાળાઓએ રથ અને આમંત્રિત મહેમાનોનું ભાવભેર સ્વાગત કર્યુ

ભરૂચ: નંદેલાવ ખાતે MLA રમેશ મિસ્ત્રીનીના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
New Update

ભરૂચમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન

MLA રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

નંદેલાવ ગામમાં કરવામાં આવ્યુ આયોજન

લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા

મહાનુભાવોના હસ્તે ખેલાડીઓને કરાયા સન્માનીત

ભરૂચના નંદેલાવ ખાતે MLA રમેશ મિસ્ત્રીનીના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં જનહિતલક્ષી યોજનાઓના લાભથી એકપણ વ્યકિત વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા અને આ સંકલ્પ યાત્રા તમામ માટે મહત્વપૂર્ણ સોપાન બની રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહી છે.

જેના ભાગરૂપે આજરોજ ભરૂચ તાલુકાના નંદેલાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહેંચતા બાળાઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ અને આમંત્રિત તમામ મહેમાનોનું કુમકુમના તિલક કરી ભાવભેર સ્વાગત કર્યુ હતું.આ પ્રસંગે, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ સરકારી સેવાઓનો લાભ ન લીધો હોઈ તેવા સાચા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાનો લાભ અપાવવા લોકોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ સહિતના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા 

#Bharuch Samachar #MLA Ramesh Mistry #Nandelav #Viksit Bharat Sankalp Yatra #વિકસિત ભારત સંકલ્પ યાત્રા #GujaratConnect #Bharuch #bharuchnews
Here are a few more articles:
Read the Next Article