ભરૂચના ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામને જોડતા નવનિર્મિત એપ્રોચ રોડના કામમાં કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.વઢવાણાના ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વઢવાણા ગામને જોડતા 2.5 કિલોમીટર જેટલા નવનિર્મિત ડામર રોડના કામને 8 મહિના વીતિ ગયા છતાંપણ કોન્ટ્રાકટર દ્વારા રોડ પર પટ્ટા પાડવામાં નથી આવ્યા તેમજ રોડની સાઇડ ઉપર માટી પુરાણ કરવામાં આવ્યું નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોન્ટ્રાકટર દ્વારા રોડની સાઈડમાં માટી પુરાણ કરવામાં નથી આવ્યું જેના કારણે બે વાહનો સામસામે આવી જવાથી રોડ બ્લોક થઈ જાય છે અને કલાકો સુધી ટ્રાફિકજામ થઈ જાય છે.કોન્ટ્રાકટર દ્વારા રૂ.46 લાખ ઉપરાંતના ડામર રોડના કામમાં ધારા-ધોરણ પ્રમાણે કામ નહિ કરી ભ્રષ્ટાચાર કરવા આવ્યો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને તંત્ર દ્વારા આ કામની તપાસ કરવામાં આવે અને કોન્ટ્રાકટર પાસે બાકીના કામો પૂરા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
ભરૂચ: ઝઘડિયાના વઢવાણા એપ્રોચ રોડના કામમાં કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચારનો ગ્રામજનો દ્વારા કરાયો આક્ષેપ
વઢવાણા ગામને જોડતા નવનિર્મિત એપ્રોચ રોડના કામમાં કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
New Update
Latest Stories