/connect-gujarat/media/post_banners/a2ba331bab69a70684a4022d93a37b690d86d5b3f7970939799e04760d4f58a4.jpg)
ભરૂચના આત્મીય હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો હાજર રહયાં હતાં.
વિશ્વભરના હીંદુઓ માટે કાર્યરત સંસ્થા વિશ્વ હીંદુ પરિષદનો જન્માષ્ટમીના દિવસે સ્થાપના દિવસ છે. આજે સોમવારના રોજ ભરૂચમાં વિશ્વ હીંદુ પરિષદ તરફથી સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. કોલેજ રોડ પર આવેલાં આત્મીય હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો હોદ્દેદારો અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યાં હતાં. વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કોણે અને ક્યારે અને કેવી રીતે થઈ તે અંગેની માહિતી પુરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદના અજય વ્યાસ, દક્ષિણ ગુજરાત પ્રાંત વિહિપ અને અધ્યક્ષ ગુજરાત ક્ષેત્ર દિલીપ ત્રિવેદી, ગિરિશ શુકલા સહિતના મહેમાનો અને વિહિપના હોદ્દેદારો હાજર રહયાં હતાં.