Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરમાં પુન:એકવાર વધારો, ડેમમાંથી છોડાય રહ્યું છે 2 લાખ ક્યુસેક પાણી

સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ રહયો છે

X

સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ રહયો છે.

આ વર્ષે ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે સિઝનમાં પ્રથમ વખત ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની 138.68 મીટરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ડેમ છલોછલ ભરાયો છે જેના પગલે ડેમના 23 દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક જેટલું પાણી ડાઉનસ્ટ્રીમમાં ઠાલવવામાં આવી રહયું છે. ડેમમાંથી થતી પાણીની આવકના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો નોંધાયો છે.બપોરના સમયે નદીની જળ સપાટી 15.50 ફૂટ નોંધાઈ હતી. નદીનું વોર્નીગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે. નર્મદા ડેમમાંથી સતત પાણીની આવકના પગલે નદીની સપાટીમાં હજુ પણ વધારો થાય એવી શકયતા છે જેના પગલે નદી કિનારે આવેલા ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

Next Story