ભરૂચ: નેત્રંગના મોટા માલપોર ગામની કાવેરી ખાડી પર ચેકડેમના દરવાજાને અભાવે પાણીનો થતો વ્યય !

નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામ પાસે આવેલ ચેકડેમના દરવાજા નહિ હોવાથી વરસાદના અમુલ્ય પાણીનો સતત વ્યય થઈ રહ્યો છે

ભરૂચ: નેત્રંગના મોટા માલપોર ગામની કાવેરી ખાડી પર ચેકડેમના દરવાજાને અભાવે પાણીનો થતો વ્યય !
New Update

કેન્દ્ર અને રાજ્ય સરકાર કરોડના ખર્ચે જળસંકટ ટાળવા પ્રયાસ કરી રહ્યું છે ત્યારે ભરૂચ જીલ્લાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ નેત્રંગ તાલુકાના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરતા હોય છે જેથી આ તાલુકામાંથી પસાર થતી અમરાવતી ખાડી સહિતની ખાડીઓ અને કોતરો ઉપર જળ સંગ્રહ કરવા માટે ચેકડેમ બનાવવામાં આવ્યા છે.ચોમાસાની સિઝનમાં વરસાદનું પાણી ચેકડેમમાં સંગ્રહ થાય અને પાણી જળતરમાં ઉતરી આજુબાજુ વિસ્તારમાં આવેલા બોર,મોટર અને કુવાના પાણીના સ્તરમાં વધારો થાય.

જેથી ખેડૂતોને ખેતરમાં સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે તેમજ પશુ-પક્ષી અને લોકોને જીવન વપરાશ અને ઉનાળાની સિઝનમાં આસાની શુધ્ધ પાણી પીવા માટે મળી શકે તે માટે સરકાર પ્રયાસ કરે છે પરંતુ નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામ પાસે આવેલ ચેકડેમના દરવાજા નહિ હોવાથી વરસાદના અમુલ્ય પાણીનો સતત વ્યય થઈ રહ્યો છે.ત્યારે તંત્ર દ્વારા જળાશયો અને ચેકડેમ ઉપર પાણીનો વ્યય અટકાવવા અને જળ સંચય થાય તે માટે દરવાજા મુકવામાં આવે તો ઉનાળાની સિઝનમાં તાલુકાના લોકોને કપરા સમયે પણ પાણી મળે તેમ છે.

#Bharuch #Connect Gujarat #Bharuch News #Gujarati News #ચેકડેમ #Water wastage #મોટા માલપોર ગામ #સિંચાઈ
Here are a few more articles:
Read the Next Article