Connect Gujarat
ભરૂચ

ભરૂચ : દુકાનો અને મોલમાં પ્રવેશતી વેળા માસ્ક પહેરજો, નહિતર દંડ ભરવા રહેજો તૈયાર

ભરૂચમાં પણ રોજના કોરોનાના સરેરાશ 50 જેટલા દર્દીઓ સામે આવી રહયાં છે

X

ભરૂચમાં પણ રોજના કોરોનાના સરેરાશ 50 જેટલા દર્દીઓ સામે આવી રહયાં છે ત્યારે ફરીથી માસ્કને ફરજિયાત કરી દેવાયું છે...

ગુજરાતમાં ફરી કોરોના કહેર વર્તાવી રહયો છે અને તેમાંથી ભરૂચ પણ બાકાત રહયું નથી. ભરૂચ જિલ્લામાં 2020ના એપ્રિલ મહિનામાં કોરોનાના પ્રથમ દર્દીઓ મળી આવ્યાં હતાં. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં અનેક લોકો ચિરનિંદ્રામાં પોઢી ગયાં છે તો અનેક લોકો સાજા થઇને પરત પણ આવ્યાં છે. હવે ફરી એક વખત કોરોનાની મહામારી શરૂ થઇ ચુકી છે. પહેલી અને બીજી લહેર કરતાં વધારે ઝડપી સંક્રમણ ત્રીજી લહેરમાં થઇ રહયું છે. ભરૂચની વાત કરવામાં આવે તો હાલ ભરૂચમાંથી રોજના સરેરાશ 50 જેટલા કેસ સામે આવી રહયાં છે. કોરોનાનું સંક્રમણ રોકવા લોકો ફરજિયાત માસ્ક પહેરે તે જરૂરી બની ગયું છે. ભરૂચમાં નગર પાલિકાની ટીમોએ વિવિધ સ્થળોએ ફરી દુકાનદારો પાસે તેમની દુકાનોની બહાર સ્ટીકર્સ લગાડાવ્યાં હતાં. દુકાનો અને મોલમાં હવે માસ્ક પહેર્યા વિના આવતાં લોકોને પ્રવેશ આપવામાં આવશે નહી. માસ્ક નહિ પહેરેલા વ્યકતિઓ પાસેથી એક હજાર રૂપિયાના દંડની વસુલાત કરાશે.

Next Story