Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાનું જિલ્લાના ખેડૂતોને આહવાન, જુઓ બંધના એલાન અંગે શું કહ્યું..!

આવતીકાલે તા. 16 ફેબ્રુઆરીના રોજ ખેડૂતો દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને જિલ્લાભરના ખેડૂતો પણ સમર્થન આપે તે માટે કોંગ્રેસ અગ્રણી અને સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ ખેડૂતોને અપીલ કરી છે.

X

આવતીકાલે તા. 16 ફેબ્રુઆરીના રોજ ખેડૂતો દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને જિલ્લાભરના ખેડૂતો પણ સમર્થન આપે તે માટે કોંગ્રેસ અગ્રણી અને સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ ખેડૂતોને અપીલ કરી છે. ભરૂચ કોંગ્રેસ અગ્રણી અને સહકારી આગેવાન સંદીપ માગરોલાએ ભોલાવ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી ગુજરાતના તમામ ખેડૂતોને અપીલ કરી જણાવ્યું હતું કે, હાલમાં ખેડૂતો દ્વારા વિવિધ પડતર માંગોને લઇને કિસાન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલે 16 ફેબ્રુઆરી 2024ના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ કિસાન આંદોલન ગુજરાતના ખેડૂતોના પણ હિતમાં છે.

ગુજરાતના ખેડૂતોના પણ અનેક પડતર પ્રશ્નો છે. જેમ કે, જમીન સંપાદનનું અયોગ્ય અને અપૂરતું વરતળ, નર્મદાના માનવસર્જિત પૂરમાં નુકશાની અંગે અપૂરતું વળતર, કરજણ, તાપી રિવર લિંક પ્રોજેક્ટ, પ્રદૂષણના કારણે ખેતી પાકોનું નષ્ટ થવું, અપૂરતી વીજળી, સિંચાઇના પાણીથી વંચિત સહિતના મુદ્દે ભરૂચ-નર્મદા જિલ્લાના પણ તમામ ખેડૂતઓ ભારત બંધના એલાનને સમર્થન કરે તેવું આહ્વાન કરવામાં આવ્યું છે. આ સાથે જ એક દિવસ ખેતીના કામથી દૂર રહી ખેડૂત આંદોલનને સમર્થન આપવા અપીલ કરાય હતી. આ આંદોલનને ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને સહકારી આગેવાન દર્શન નાયક, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિતના આગેવાનો દ્વારા પણ પોતપોતાના વિસ્તારમાં ખેડૂત આંદોલનને સમર્થન આપવામાં આવનાર છે.


Next Story