Connect Gujarat
ભરૂચ

ભરૂચ : શું છે E-FIR..?, પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલની ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓને અવગત કરાયા

ભરૂચ જિલ્લાને એમિટી શાળાના વિધાર્થીઓને ઈ-એફ.આઈ.આર વિશે માર્ગદર્શન આપવા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાને એમિટી શાળાના વિધાર્થીઓને ઈ-એફ.આઈ.આર વિશે માર્ગદર્શન આપવા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ઈ-એફ.આઈ.આરની સેવાનો ગાંધીનગર એન.એફ.એસ.યુ.માં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે પ્રારંભ કરાવ્યો હતો. જેમાં મોબાઈલ ચોરી કે વાહન ચોરી વિશે પોલીસ સ્ટેશનમાં ધક્કા નહિ ખાવા પરે અને ઘરે બેઠા ઈ-એફ.આઈ.આર કરી શકે એ માટે ખૂબ ઉપયોગી બનશે જેનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે અને માહિતગાર થાય એ ઉદ્દેશથી પોલીસ દ્વારા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગ રૂપે આજરોજ ને.હા 48 ઉપર લુવારા ગામ નજીક આવેલી એમિટી શાળાના વિધાર્થીઓને ઈ-એફ.આઈ.આર વિશે માર્ગદર્શન આપવા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં શાળાના બાળકોને ઈ-એફ.આઈ.આર વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જેમાં ભરૂચ જિલ્લામાં છાશવારે મોબાઈલ અને વાહનોની ચોરીની ઘટનાઓ બનતી હોય છે.

આ અંગે ઈ-એફ.આઈ.આર.માં ફરિયાદી સિટીઝન પોર્ટલ પર ફરિયાદ કરી શકશે. ઈ-એફ.આઈ.આર વાહન કે ફોન ચોરી અંગે જ ફરિયાદ કરી શકાશે અને ફરિયાદીને તેની ફરિયાદની ઈ-મેલ અથવા SMS થી તમામ જાણ પણ જેતે પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે અને પોલીસ 24 કલાકમાં જેતે સ્થળનું નિરીક્ષણ કરશે અને 72 કલાકમાં તેનો નિકાલ કરશે અને નિકાલ ન થાય તો પેન્ડિંગ હોવા અંગેનો ઈ-મેલ પણ તરત જ પોલીસ અધિકારીઓને કરવામાં આવશે અને ત્યારબાદ 120 કલાક બાદ અરજી તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધવામાં આવશે. વાહન તથા મોબાઇલ ચોરીની ઘટનામાં એપ્લિકેશનનો મહત્વનો ભાગ રેહશે તેમ ભરૂચ જિલ્લા પોલીસ વડા એ વિધાર્થીઓને જાણકારી આપી હતી.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ, નબીપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એ.કે જાડેજા,નબીપુર પોલીસ મથકનો સ્ટાફ શાળાના બાળકો તેમજ આજુબાજુના ગામની શાળાના બાળકો અને સ્કૂલના શિક્ષકો ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.

Next Story