ભરૂચ: ભીનો અને સૂકો કચરો કેમ અલગ રાખવો જોઈએ ? નગર સેવા સદન દ્વારા આપવામાં આવી માહિતી

ભરૂચ નગર સેવા સદન દ્વારા ભીના અને સૂકા કચરાની સમાજ આપતા એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો

ભરૂચ: ભીનો અને સૂકો કચરો કેમ અલગ રાખવો જોઈએ ? નગર સેવા સદન દ્વારા આપવામાં આવી માહિતી
New Update

ભરૂચ નગર સેવા સદન દ્વારા ભીના અને સૂકા કચરાની સમાજ આપતા એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો

વિશ્વભરમાં કચરાનો નિકાલ વૈજ્ઞાનિક ઢબથી કરવા પર ભાર મુકાઇ રહ્યો છે ત્યારે ભરૂચ નગરપાલિકા વિસ્તારના નગરજનોને નગરપાલિકા પ્રમુખ અમિત દ્વારા ઘરેથી જ સુકા અને ભીના કચરાને અલગ પાડીને કચરા ગાડીને આપવા માટે અપીલ કરાઇ હતી. નગરપાલિકા તંત્ર દ્વારા સૂકા-ભીના કચરાની સમજ આપતા એક ઝુંબેશની શરૂઆત વોર્ડ નંબર 7 થી કરવામાં આવી છે.જેમાં નગરપાલિકા પ્રમુખ એ જણાવ્યું હતું કે મોટાભાગના નાગરિકો ભીનો અને સુકો કચરો અલગ નથી કરતા. બાયોડીગ્રેબલ કે જેનું વિઘટન થઇ શકે છે, તેવા ભીના કચરામાંથી ખાતર બનાવી શકાય છે. નોન બાયોડીગ્રેબલ કે જેનું વિઘટન થઇ શકતું નથી તેવા સુકા કચરાને રી-સાયકલ કે રી-યુઝ કરી શકાય છે. પરંતુ તે માટે કચરાને અલગ કરવાનું અનિવાર્ય સાથે સાથે ડાયપર અને સેનેટરી નેપકીનને પણ અલગ રાખીને ડોર ટુ ડોર કચરો લેવાવાળી ગાડીને આપવામાં આવે જેથી તે કચરાનું વ્યવસ્થિત નિકાલ થઈ શકે

#Bharuch #Connect Gujarat #BeyondJustNews #information #Nagar Seva Sadan #waste #provided #wet and dry
Here are a few more articles:
Read the Next Article