/connect-gujarat/media/post_banners/4e8cde9b79ad2df1a2e68dab778fc7e9cc4896955c9424ffe599c664ea87a663.jpg)
ભરૂચમાં આયોજિત ઉત્કર્ષ સમારોહ અંતર્ગત લાભાર્થી બહેનોએ પી.એમ. નરેન્દ્ર મોદી માટે 5 ફૂટની લંબાઇની રાખડી બનાવી હતી જે કાર્યક્રમ દરમ્યાન આકર્ષણનું કેન્દ્ર બની હતી આમ તો રક્ષાબંધન શ્રાવણ માસમાં આવે છે પરંતુ હાલ વૈશાખ માસમાં પણ ભરૂચમાં રક્ષાબંધન જેવો અવસર જોવા મળ્યો હતો. ભરૂચમાં આજરોજ વહીવટી તંત્ર દ્વારા ઉત્કર્ષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 13 હજાર જેટલા લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ બધા વચ્ચે એક વિશાળ રાખડી સૌ ના આકર્ષનું કેન્દ્ર બની હતી. ભરૂચ જિલ્લામાં ઉત્કર્ષ યોજના અંતર્ગત દેશમાં સોંથી વધુ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે ત્યારે લાભાર્થી બહેનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 7 ફૂટની ઊંચાઈ અને 5 ફૂટ લંબાઈ ધરાવતી રાખડી તૈયાર કરી હતી.કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળવા બદલ પી.એમ.મોદીનો આભાર વ્યક્ત કરવાના હેતુથી આ રાખડી તૈયાર કરવામાં આવી હતી અને પ્રતીકાત્મક રીતે પી.એમ.મોદીને અર્પણ કરવામાં આવી હતી. રાખડી નિહાળી પી.એમ.મોદીએ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે બહેનોના આશીર્વાદ લના કારણે જ તેઓ સુરક્ષિત છે